મોરબીના ઘડિયાળ ઉધોગના સારા સમય માટે મહિલાઓનું મોટું યોગદાન

- text


૧૦૦ મહિલાઓથી શરુ થયેલા ઘડિયાળ ઉધોગમાં આજે ૫૦૦૦થી પણ વધુ મહિલાઓ ખભે ખભો મિલાવી કરે છે કામ

મોરબી : આજે વિશ્વ મહિલા દિન નિમિતે અનેક સફળ મહિલાની ગાથાને બિરદાવવા અને તેમના સન્માન થઇ રહ્યા છે.જોકે મોરબીમાં મહિલાઓ પણ પુરુષથી પાછળ પડે તેમ નથી તેનું ઉદાહરણ મોરબીનો ઘડિયાળ ઉધોગ છે.શહેરમાં ચાલતા ઘડિયાળના એકમમાં ૯૦ ટકાથી વધુ મહિલાઓ અલગ અલગ વિભાગમાં કામ કરી આ ઉધોગનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડયો છે.

- text

મોરબીમાં પ્રથમ મોટું ઘડિયાળનું યુનિટ મોરબીના ઉધોગકાર ઓ આર પટેલ દ્વારા ૧૯૭૧માં સ્થપાયું હતું ૧૦૦ મહિલા કર્મચારીથી શરુ થયેલા અજંતા કલોક પ્રા લી માં આજે ૫૦૦૦થી પણ વધુ મહિલાઓ ઘડિયાળ તેમજ અન્ય હોમ એપ્લાય્ન્સનાં કામ કરે છે. ભૂતકાળ મહિલાઓની સુરક્ષાની ચિતાને ધ્યાને રાખી માતા પિતા કે પરિવાર જનો મહિલાને બહાર મોકલતા અચકાતા હતા. અપૂરતા શિક્ષણને કારણે વાલીઓ તેમની દીકરીને ફેકટરીએ મોકલતા એક પ્રકારનો ડર અને મુજવણ અનુભવતા હતા .પણ અજંતા કલોકના સ્થાપક ઓ આર પટેલે જાગૃતતા લાવવા પહેલ કરી અને મોરબીના ઘડિયાળ ઉધોગે જે વાતાવરણ અને હુંફ પૂરી પાડી તેના કારણે આજે મહિલા કર્મીઓ સામેથી ગર્વ સાથે પોતાનું કામ કરી રહી છે. આજે આ ફેકટરીમા મહિલાઓ કોમ્પુટર વર્ક માર્કેટિંગ, પ્રોડક્શન, સહિતના કામ ખુબ સહજતાથી કરી જાણે છે. હાલ આ ફેકટરીમાં માત્ર મોરબી જ નહી પણ જામનગર,કચ્છ અને સુરેન્દ્રનગર સહિતના જીલ્લાની મહિલા રોજગારી મેળવી રહી છે. મોરબી હાલ અજંતા જ નહી પણ અન્ય ઘડિયાલ કંપનીઓ પણ મહિલાઓને રોજગારીની તક આપી સ્વભિમાનથી જીવતી કરી દીધી છે. મોરબીના ઘડિયાલ ઉદ્યોગના વિકાસના પાયામાં મહિલા કામદારોનો સિંહફાળો છે. જે આજના દિવસે યાદ કરવો જરૂરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text