મોરબી પાંજરાપોળની વેચવા કાઢેલી જમીનના ભાવ છેલ્લી ઘડીએ વધારી દેતા દેકારો

- text


પાંજરાપોળની જમીન રૂ.2.70 કરોડમાં વેચવા કાઢી અને ખરીદદારોએ રસ દાખવયા બાદ છેલ્લી ઘડીએ જમીનનો ભાવ 814 ટકા વધારી દેવાયો

મોરબી : મોરબીના વજેપર ગામની સીમમાં આવેલી આશરે 28 વિધા મોરબી પાંજરાપોળની જમીન ટ્રસ્ટીઓ રૂ.2.70 કરોડમાં વેચવા કાઢી હતી.આ જમીનની ગુરુવારે ચેરિટી કમિશનરની કચેરીમાં હરરાજી દરમ્યાન ખરીદદારો ભારે ઉત્સાહ દાખવ્યો હતો.પણ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ આ જમીનનો ભાવ 814 ટકા વધારીને રૂ.22 કરોડ વધારી દેતા ટ્રસ્ટીઓ અને ખરીદદારો વચ્ચે જામી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી પાંજરાપોળએ પોતાની વજેપરમાં આવેલી 28 વિધા જમીન વેચવા કાઢી હતી અને આ જમીન વેચવા માટે ગઈકાલે રાજકોટ ચેરિટી કમિશનરની કચેરીમાં હરરાજી રાખવા આવી હતી.જોકે પાંજરા પોળના ટ્રસ્ટીઓએ પહેલાં આ જમીનનો ભાવ રૂ.2.70 કરોડ રાખ્યો હતો.પરંતુ હરરાજીમાં જેવો ખરીદદારોએ જમીન વેચાતી લેવા માટે ઉત્સાહ દાખવ્યો કે તરત જ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ જમીનનો ભાવ અધધ એટલે કે 22 કરોડ વધારી દેતા ચેરિટી કમિશનરની કચેરીમાં જ ટ્રસ્ટીઓ અને ખરીદદારો વચ્ચે ખાસ્સી એવી રકઝક થઈ હતી.

- text

ખરીદદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે પાંજરાપોળના ટ્રસ્ટીઓએ પહેલા જે જમીનનો ભાવ નક્કી કર્યા હતો. તે જમીન પ્રમાણે યોગ્ય હતો. ટ્રસ્ટીઓએ પહેલા આ ભાવની અખબારોમાં જાહેરાત આપીને છેલ્લી ઘડીએ આ ભાવ વધારી દીધો હતો. મોરબી પાંજરાપોળની જમીન ખરીદવા આવેલા ભગવાનજીભાઈ કાસુન્દ્રા સહિતના ખરીદદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ટ્રસ્ટીઓએ માત્ર એક જ છાપામાં જાહેરાત આપી હતી.

આ બાબતે જોઈન્ટ ચેરિટી કમિશનર પ્રકાશ રાવલે જણાવ્યું હતું કે,હરરાજી પૂર્વે જમીનની કિંમત ઓછી લાગતા ટ્રસ્ટીઓએ તેમને લેખિતમાં રૂ.22 કરોડમાં જમીન વેચવાનું જણાવ્યું હતું.જે અપસેટ પ્રાઈઝ ગણી હરરાજીમાં કોઈએ ભાવ ન બોલતા આ હરરાજી રદ થઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text