ટંકારા : સંયુક્ત પરિવારનો મેળાવડો યોજીને દાદાએ ઉજવ્યો પૌત્રીનો જન્મદિવસ

- text


કુટુંબની એકતા જળવાય રહે તેવા આશયથી દાદાએ પૌત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ટંકારા : આજના જેટ સ્પીડે વહ્યા જતા સમયમાં સંયુક્ત પરિવારો નામશેષ થઈ રહ્યા છે ત્યારે સમાજમાં સંયુક્ત પરિવારની વિભાવના વિકસે અને સમાજ તેનું અદકેરું મહત્વ સમજતો થાય એવો પ્રયાસ હડમતીયાના એક પરિવારે કર્યો છે.પૌત્રીના જન્મદિવસ નિમિતે દાદાઅે સંયુક્ત પરિવાર-કુટુંબની અેક્તા કાયમ જળવાય રહે તેવા આશયથી બધાને ભેગા કરીને ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો.

ટંકારાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર તેમજ પત્રકાર રમેશ ઠાકોરના મોટાભાઈ રતીલાલભાઈ ખાખરીયાના પુત્ર હાર્દિકભાઈ તેમજ વહુ છાયાબેનની કુખે લક્ષ્મી સ્વરુપે પુત્રીરત્ન રાહીનો જન્મ ૭ માર્ચ ૨૦૧૮ના રોજ થયો હતો. આજે રાહીએ અેક વર્ષ પુર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમના દાદાજીઅે સંકલ્પ કર્યો હતો કે રાહીના પ્રથમ જન્મદિવસે પર દાદાના છ ભાઈઅોનો પરિવાર તેમજ અન્ય પરિવારજનો મળી આશરે ૧૦૦ વ્યક્તિઅોનો જમણવાર રાખી, મેળાવડો યોજયો હતો. કુટુંબ-પરિવારમાં પ્રેમભાવના કેળવાય અને ભાતૃપ્રેમ વધે તે આશયથી તેમજ નારી શક્તિને પ્રાધાન્ય આપવાના હેતુસર જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય કરીને સમાજમાં અન્યને રાહ બતાવતો પ્રયાસ કુટુંબના વડીલે કર્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text