મોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં ધાડ મારનાર ચાર લૂંટારું ઝડપાયા

- text


એલસીબીએ ગણતરીની કલાકોમાં જ રૂ.4.84 લાખના મુદામાલ સાથે દબોચી લીધા : કર્મચારી પાસે બેઠઊઠ કરતા હોય ઓફિસની તમામ માહિતની ખબર હોવાથી પ્લાન બનાવીને ચારેય ત્રાટકયા પણ પોલીસે થોડીવારમાં પ્લાન ચોપટ કરી દીધો.

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓનલાઇન શોપિંગ ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકી ચાર લૂંટારુઓએ એરગન તથા છરીની અણીએ કર્મચારીને ઢોર માર મારી રૂ.3.93 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં એલસીબીએ ગણતરીની કલાકોમાં જ ચારેય લૂંટારુઓને ઝડપી લીધા હતા. આ ટોળકીના બે આરોપીઓ કર્મચારીના મિત્રો હોય તેની સાથે બેઠઉઠ કરતા હોવાથી ઓફિસની રજેરજેની જાણકારી મેળવીને ત્રાટકયા હતો.પણ પોલીસે થોડીવારમાજ પ્લાન ચોપટ કરી દીધો હતો.પોલીસ સમક્ષ આરોપીઓએ મોજશોખ ખાતર લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શક્તિ ચેમ્બરમાં રાત્રીના સમયે ઓનલાઇન શોપિંગની ફ્લિપકાર્ટની ઓફિસને નિશાન બનાવી ચાર બુકાનીધારી લૂંટારુઓ એરગન જેવા હથિયાર સાથે પત્રાટકયા હતા અને ફ્લિપકાર્ટના કર્મચારી ધનંજય વાસુદેવભાઇ રાજ્યગુરુને હથિયારો બતાવી ફિલ્મી ઢબે લૂંટી ઓફિસમાં પડેલ તમામ રોકડ રકમની લૂંટ ચલાવી હતી.ચારેય લૂંટારુઓ ઓફિસમાં રહેલી રૂ.3.93 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

વધૂમા ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકેલા ચારેય લૂંટારુઓએ અઢી મિનિટથી વધુ સમય સુધી આંતક મચાવી ફ્લિપકાર્ટના કર્મચારીને બંધક બનાવ્યો હતો અને આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ હતી.જોકે સીસીટીવી કેમેરામાં પણ તોડફોફ કરી હતી.

દરમિયાન સરાજાહેર લૂંટ થઈ હોવાની જાણ પોલીસને થતા સીટી બી-ડીવીઝન, એલસીબી અને એસઓજી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. નાકાબધીના કારણે પોલીસને એવી બાતમી મળી હતી કે આ લૂંટ ચલાવીને ચારેય આરોપીઓ માળીયા ફાટક પાસે નોનવેજની દુકાને ખાવા બેઠા છે.આ બાતમી મળતા જ એલસીબી પોલીસ ત્યાં દોડી જઈને લૂંટ થયાના થોડા સમયમાં આરોપીઓ કલ્પેશ નટવર મકવાણા, વિશાલ ચંદુ મૂછડીયા, રમેશ જીવરાજ મકવાણા, લલિત અમરશી સોલંકીને રૂ.3.93 રોકડા, બે બાઇક, 3 મોબાઈલ, છરી, એરગન સહિત કુલ રૂ.4.84 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, પોલીસ સમક્ષ આરોપીઓએ કબુલાત આપી હતી કે અરોપી લલિત અને મુકેશ કર્મચારીના મિત્ર હોય તેની ઓફિસે બેઠઉઠ કરતા હોવાથી આ ઓફિસની તમામ જાણકારી હોય જેથી મોજશોખ ખાતર લૂંટનો પ્લાન ઘડી ને ત્રાટકયા હતા પરંતુ થોડીવારમાં પોલીસે આ પ્લાનને ચોપટ કરી દીધો હતો.પોલિસે હાલ ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text