માળીયા નજીક રાત્રી દરમ્યાન રોડના કામને લીધે ટ્રાફિક જામ

પાંચ કી.મી. સુધી વાહનોના કતારો લાગતા પોલીસને ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો

મોરબી: માળીયા નજીક રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.ગતરાત્રે રોડ કામ દરમ્યાન ટ્રાફિકને મુશ્કેલી પડતા ટ્રાફિકજામ સર્જાયો હતો.જોકે રોડ ઉપર પાંચ કિમી સુધી વાહનોની મસમોટી કતારો લાગતા પોલીસને ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો હતો

માળીયા મિયાણા નજીક રોડનું કામગીરી ચાલી રહી છે, અને ગતરાત્રે રોડની કામગીરી દરમ્યાન ટ્રાફિકને અવરજવર કરવામાં મુશ્કેલી ઉભી થતા ટ્રાફિકજામ થયો હતો અને થોડીવારમાં કચ્છ, હળવદ અને મોરબીથી આવતા જતા વાહનોની લાંબી કતારો ગત રાત્રે જોવા મળી હતી. આ ટ્રાફિક જામને લીધે પાંચ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા, જેથી વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે માળીયા મિયાણા પોલીસ દ્વારા ટ્રાફિક ક્લીયર કરાવવાની કવાયતો હાથ ધરાઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en