મોરબીના યુવાનોએ શહીદોના પરિવારોની ઘરે- ઘરે જઈને સહાય અર્પણ કરી

- text


યુવાનો ઇનોવા કાર મારફતે સહાય અર્પણ યાત્રા પર નીકળ્યા : સહાય સાથે શહીદના પરિવારોને સાંત્વના પણ પાઠવી

મોરબી : મોરબીના યુવાનોએ શહીદો માટે જાતે ફાળો એકત્ર કર્યા બાદ આ ફાળો તેમના પરિવારજનોને હાથો હાથ અર્પણ કર્યો છે. આ યુવાનોએ ઇનોવા કારમાં યાત્રા પર નીકળીને શહીદોના પરીવારની રૂબરૂ મુલાકાત લઈને તેને સહાય અર્પણ કરવાની સાથે સાથે સાંત્વના પણ પાઠવી હતી.

‘અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ’. રાષ્ટ્રીયશાયર ઝવેરચંદ મેઘાણીના આ શબ્દોને સાર્થક કરવા મોરબીના યુવાનો કમલેશભાઈ મોરડીયા, ઉમેશભાઈ વિડજા,કિશોરભાઈ મેરજા, રાજેશભાઈ મસોત,દિવ્યેશ કાનાની,ભાવેશભાઈ એરવાડિયા કે જેઓ બોક્ષ સ્ટેપર્સ એસોસીએશન ચલાવે છે એમને શહીદવીરોના પરિવારો માટે છ લાખની ધનરાશિ એકત્ર કરી હતી. ઉપરાંત તાજેતરમાં ડો.તરૂણ વડસોલા અને ડો. પ્રેક્ષા અઘારાના લગ્નપ્રસંગે એકત્ર થયેલ સહાયની રકમ લઈને રૂબરૂ જ શહીદ પરિવારોને શોધીને સહાય અર્પણ કરવાનું નક્કી કર્યું હતું.

બાદમાં બધા જ યુવાનોએ ઇનોવા કાર સાથે રાજસ્થાન ભણી આંખ માંડી સૌથી પહેલા પહોંચ્યા શહીદવીર નારાયણ ગુર્જરના ઘરે કે જેઓ ગામ બીનોલ,તા.રાજસમનદ, રાજસ્થાન રહે છે.જેમને એક પુત્ર અને એક પુત્રી છે ઘરની સ્થિતિ સામાન્ય છે, એમની પત્નીને રૂપિયા બે લાખ રોકડા રૂપિયાની ધનરાશિ અર્પણ કરી અને મોરબીની જનતા વતી દેશની જનતા વતી સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ આ શહીદવીર સહાય અર્પણ યાત્રા આગળ ધપાવી, રસ્તામાં ખ્યાલ આવ્યો કે પુલવામાં શહીદ થયેલા સૈનિકો માટે તો દેશભરમાંથી ખુબજ સહાય આવી રહી છે પણ એવા કેટલાક એકલ દોકલ શહીદ વિરો છે આતંકવાદીઓ સાથેની લડાઈમાં શહીદ થયેલા હોય છે એમના તરફ લોકોનું ધ્યાન ઓછું હોય છે.

- text

રસ્તામાં આવાજ એક શહીદ જેનું નામ મહેશકુમાર મીના ગામ લામપુવા તાલુકો શીંકર, મધવપુરા રાજસ્થાન,કે જેઓ તા.14.1.19 ના રોજ આતંકવાદી સાથેની લડાઈમાં બે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધા બાદ અંતમાં શહીદ થયા,એમના પત્ની સરોજબેન,પુત્રી પલક પુત્ર હર્ષિત આ પરિવારને રૂપિયા બે લાખની નિધિ અર્પણ કરી કાફલો આગળ વધ્યો હતો. બિહારના પટણાના શહીદ વીર સજયકુમાર સિંહા ગામ તરંગાના કે જેમના પરિવારજનોને બે લાખ દશ હજારની ધનરાશિ અર્પણ કરી મોરબીના આ યુવાનોએ અનેરી રાષ્ટ્રભક્તિ, દેશદાઝના દર્શન કરવી મોરબીનું નામ ઉજ્જવળ કર્યું છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text