મોરબીમાં ૮મીએ મહિલા શક્તિ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમની હરિફાઈ

- text


મહિલા દિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગનું ઉત્કૃસ્ટ આયોજન : મહિલાઓ નૃત્ય, નાટક સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી શકશે

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા આગામી ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમની હરીફાઈ રાખવામાં આવી છે. આ હરીફાઈમાં મહિલાઓ ગ્રુપમાં નૃત્ય અને નાટક સહિતની વિવિધ પ્રકારની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી શકશે.

મોરબીમાં સામાજિક કાર્યો કરવા માટે તેમજ ઉત્સવોની નવીનતમ ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેમાં આગામી તા. ૮ના રોજ મહિલા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમની હરીફાઈ યોજવામાં આવનાર છે. આ હરીફાઈ ટાઉન હોલ ખાતે યોજાશે.

મહિલાઓ માટે મહિલા શક્તિ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમની હરિફાઈ યોજાશે. જેમાં ગ્રુપમાં નૃત્ય, નાટક જેવા કાર્યક્રમો રજુ કરી શકાશે. કાર્યક્રમની થીમ મહિલા શક્તિ, શોર્ય, પ્રગતિને ઉજાગર કરતી હોય તેવી રાખવાની રહેશે. આ હરીફાઈ મોરબીની તમામ સ્કૂલ, કોલેજ અને ડાન્સ કલાસીસ અને મહિલાઓ ગ્રુપ માટે ઓપન અને ફ્રી છે..

- text

આ હરીફાઈ ટાઉન હોલમાં જાહેર કાર્યક્રમ વચ્ચે યોજાશે.જેમાં સ્પર્ધક ગ્રુપે પરફોર્મન્સ કરવાનું રહેશે. આ હરીફાઈમાં લિમિટેડ સ્પર્ધકો જ લેવાના હોવાથી. આપના ગ્રુપનું ઝડપથી નોંધાવી લેવા જણાવાયું છે. વધુ વિગત માટે કાજલબેન મો.નં. 9825488733 અથવા
ધરતીબેન મો.નં. 9825941704નો સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text