મોરબીમાં શિક્ષકોએ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સાંસદને આવેદન આપ્યું

- text


સાંસદે શિક્ષકોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી

મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓ ઉકેલવા માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.ત્યારે આજે મોરબી જિલ્લાના શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સાંસદને આવેદન આપ્યું હતું.સાંસદે શિક્ષકોની રજુઆતને સરકાર સુધી પહોંચાડવાનો ખાતરી આપી હતી.

મોરબી જિલ્લાના ફિક્સ પગારી સહિતના પ્રાથમિક શિક્ષકો પોતાના પડતર પ્રશ્નનોનું નિરાકરણ લાવવા માટે સરકાર સામે વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમ છતાં સરકારે શિક્ષકોના પડતર પ્રશ્ને નમતું ન નોખતા શિક્ષકોની લડત જારી રહી છે.દરમ્યાન આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના આદેશ અનુસાર ફિક્સ પગારી શિક્ષકોની 1997થી સળંગ નોકરી ગણવા તેમજ પ્રાથમિક શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે સાંસદ મોહનભાઇ કુંડારીયાને આવેદન આપી યોગ્ય કરવાની માંગ કરી હતી.આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ બી.સાણજા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ વી.સરડવા, રાજ્ય પ્રતિનિધિ ખંતીલ ભાઈ દલસાણીયા, મોરબી ગ્રામ્ય તાલુકા સંઘના મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા, જિલ્લા સંઘ કાર્યાલય મંત્રી શૈલેષભાઇ એ.ઝાલરીયા તેમજ અન્ય પ્રતિનિધિઓ જયેશભાઇ કલોલા અને દિનેશભાઈ મહેતા સહિતના શિક્ષક અગ્રણીઓ હાજર રહીને પોતાની માંગ બુલંદ બનાવી હતી.ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સરકારમાં આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય રજૂઆતની ખાત્રી આપી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text