મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોની હડતાલ : મામલતદારને આવેદન આપ્યું

- text


સબ રજિસ્ટાર કચેરીમાં સ્ટાફ ઘટ, સર્વર ઠપ્પ સહિતના પ્રશ્નો મામલે વકીલોએ હળતાલ પાડી વિરોધ પ્રદર્શન કર્યું

મોરબી : મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકિલો આજે હડતાલ ઉપર ઉતરી ગયા હતા.સબ રજિસ્ટાર કચેરી સ્ટાફ ઘટ.વારંવાર સર્વર ડાઉન સહિતના અનિકવિધ પ્રશ્નોને લઈને વકીલોએ હળતાલ પાડીને આ સમસ્યાઓ હલ કરવા મામલતદારને આવેદન આપ્યું હતું. અને જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપવામાં આવી છે.

મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોએ સબ રજીસ્ટાર કચેરીના વિવિધ પ્રશ્નોને લઈને આજે હડતાલ પાડી હતી અને આશરે 70 જેટલા રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલાઓએ હડતાલ પાડીને મામલતદારને આવેદન આપ્યું હતું.જેમાં આ વકીલોએ જણાવ્યું હતું કે,મોરબીની સબ રજિસ્ટાર કચેરીમાં ઘણા સમયથી પડતર પ્રશ્નોને સતાવી રહ્યા છે.આ પ્રશ્નોમાં સબ રજિસ્ટાર કચેરીમાં 6 ઓપરેટર જોઈએ તેના બદલે 2 ઓપરેટરો જ છે.વારંવાર સર્વર પણ ડાઉન થઈ જાય છે પરિણામે કામગીરી ખોરવાય જાય છે.કોમ્યુટર પણ જુની સિસ્ટમ વાળું અને તેની સીસ્ટમ પણ મર્યાદિત છે.જે દસ્તાવેજની નોંધણી તે જ દિવસ થઈ જવી જોઈએ તેના બદલે ચાર દિવસે આ કામગીરી થાય છે.કચેરીએ આવતા વડીલો સહિતના અરજદારો માટે પાણી કે બેસવાની પણ વ્યવસ્થા નથી.તેમજ સ્કેનર બેટરી કે ઇન્વેટર પણ નથીજો દસ્તાવેજની નોંધણી કરાવવી હોય તો વહેલી સવારે 4 વાગ્યે મુકવા જવું પડે છે આ રીતે દસ્તાવેજોની નોંધણી કરવા માટે ટોકન લેવા અડધી રાત્રે ઉઠવું પડે છે. નહિતર સર્વર ડાઉન થઈ જાય તો આ કામ થતું નથી.જોકે મોરબીમાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે અને સરકારને કરોડોની કમાણી કરાવી આપે છે.તેમ છતાં ઘણી સુવિધાની ખામી હોવાથી રેવન્યુ પ્રેક્ટિસ કરતા 70 જેટલા વકીલો હડતાલ પાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જરૂર પડે તો અચોકસ મુદતની હડતાલની પણ ચીમકી આપવામાં આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text