મોરબીમાં સીરામીક એકમ સામે ભૂખ હડતાલ બેઠેલા મજૂરોને ન્યાય આપો : કલેકટરને રજુઆત

માનવ ગરીમાં યોજનાના ફોર્મમાં ૨૦ના સ્ટેમ્પ પર નોટરી કરવાના નામે થતા ભ્રષ્ટાચાર તેમજ લીલાપર પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો સમય બદલવા મામલે પણ રજુઆત

મોરબી : મોરબીના એક સીરામીક એકમ સામે ભૂખ હડતાલ પર બેઠેલા મજૂરોને ન્યાય આપવાની માંગ સાથે એક નાગરિકે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. આ સાથે માનવ ગરીમાં યોજનાના ફોર્મમાં ૨૦ના સ્ટેમ્પ પર નોટરી કરવાના નામે થતા ભ્રષ્ટાચાર તેમજ લીલાપર ગામની પ્રા. શાળામાં મધ્યાહન ભોજનનો સમય બદલવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.

મોરબીના ગૌતમભાઈ મકવાણા દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી કે લીલાપર નજીક આવેલ લિવેન્ટ સીરામીક ફેકટરી પાસે મજૂરી માંગતા એક મજૂર સાથે ગેરવર્તન કરીને તેને રજા આપી દેવામાં આવી હતી. જેની સામે ૮ વ્યક્તિઓએ ગત. તા. ૧૯ના રોજ ભૂખ હડતાલ કરેલ છે. તો આ મામલે ત્વરિત તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી માંગ છે.

વધુમાં જણાવાયું હતું કે માનવ ગરીમાં યોજનાના ફોર્મ માટે ૨૦ના સ્ટેમ્પ પર નોટરી કરાવવાનું ફરજીયાત રાખેલ છે. આમ અનુ.જાતિના લોકોને ખોટો ખર્ચ કરાવવામાં આવી રહ્યો છે. જેથી આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. સાથો સાથ લીલાપર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્નન ભોજનનો સમય બપોરે ૨:૩૦ રાખવામાં આવ્યો છે. આ સમય સાનુકૂળ ન હોવાથી ૧૨:૩૦નો સમય કરવામાં આવે તેવી માંગ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en