મોરબી જિલ્લામાં શહીદોને ભાવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

- text


સમગ્ર જિલ્લામાં પાકિસ્તાનના હિન કૃત્ય પર વરસતો ફિટકાર : શહીદોના પરિવારજનોની આર્થિક મદદ માટે પણ જાહેરાતો કરતા નાગરિકો

મોરબી : મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાં ગ્રામજનોએ કેન્ડલ માર્ચ, પુષ્પાંજલિ, વિરોધપ્રદર્શનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને શહીદોના પરિવારજનો માટે ટંકારાના લજાઇના ગ્રામજનો અને નેશડા ખાનપરના ઉમિયા ગૌશાળાના ઢોલ ત્રાસા મંડળ દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.

લજાઈ ગામે લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા

ટંકારા તાલુકાના લજાઈના ગ્રામજનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત ગામમાં રેલી યોજવામાં આવી હતી, ગ્રામજનોએ “પાકિસ્તાન મુર્દાબાદ”ના નારા લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેન્ડલ માર્ચ યોજીને, બે મિનિટનું મૌન પાળીને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહીદોના પરિવારજનો માટે 56000 જેટલી રકમ એકઠી કરવામાં આવી હતી.

ઢોલ ત્રાસા મંડળે એક દિવસની આવક શહીદોના પરિવારોને અર્પણ કરી

નેશડા ખાનપર ગામની “ઉમિયા ગૌશાળા” ઢોલ ત્રાસા મંડળ દ્વારા આજની ઢોલ ત્રાસામાંથી ઉપજેલી એક દિવસની સમગ્ર આવક શહીદોના પરિવારજનો અને કુટુંબમાં અર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત મંડળ દ્વારા કરવામાં આવી છે.

લાલપરમા યોજાઈ કેન્ડલ માર્ચ

- text

લાલપર ગામમાં લાલપર યુવા ગ્રુપ દ્વારા પુલવામામાં શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન તારીખ 17ને રવિવારે કરવામાં આવ્યું હતું, જેમાં લાલપર ગામના રામજી મંદિર ચોકમાં કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી અને ત્યાં જ સાંજે 8:30 કલાકે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દસ્તાવેજ પર લખાયું પાકિસ્તાન મુર્દાબાદ

કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરબીના એડવોકેટ જે. એન. પટેલે પાકિસ્તાનના દસ્તાવેજમાં “પાકિસ્તાન મુર્દાબાદ” લખીને પાકિસ્તાન પ્રત્યેનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તપોવન વિદ્યાલય દ્વારા રેલી નિકળી

મોરબીની તપોવન વિદ્યાલય અને કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો વિવિધ લખાણ વાળા બેનરો લઈને મોટી સંખ્યામાં જોડાયા હતા.

- text