ટંકારામાં વિધાર્થીઓનું એસટી બસ રોકો આંદોલન

- text


ઇન્ટરસિટી બસો હાઉસફુલ હોવાથી બેસવાની જગ્યા ન મળતા વિધાર્થીઓ વિફર્યા

મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર દોડતી ઇન્ટરસીટી બસો હાઉસફુલ હોવાથી બસમાં જગ્યા ન મળતા વિધાર્થીઓ વિફર્યા હતા અને ટંકારા નજીક વિધાર્થીઓએ ઇન્ટરસીટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું .બાદમાં પોલીસે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

- text

ટંકારા ચોકડી પાસે પોલીસ સ્ટેશન નજીક વિદ્યાર્થીઓએ મોરબી રાજકોટ રૂટની ઇન્ટરસીટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબી રાજકોટ રૂટ પર દોડતી ઇન્ટરસિટી બસ ઉપરથીજ મુસાફરોથી ખીચોખીચ ભરેલી આવતી હોય ટંકારના વિધાર્થીઓને ઇન્ટરસિટી બસમાં બેસવાની જગ્યા ન મળતા વિધાર્થીઓએ વિફરીને બસ રોકો આંદોલન કર્યું હતું. ઇન્ટરસિટી બસને વિધાર્થીઓએ રોકી રાખી હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે વિધાર્થીઓના રોશને શાંત પાડીને હાલના તબબકે મામલો થાળે પડ્યો હતો. જોકે એસટી તંત્રના કોઈ જવાબદાર અધિકારી ન ડોકાતા વિધાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.વિધાર્થીઓ એસટી તંત્ર સમક્ષ ઇન્ટરસિટી બસમાં યોગ્ય રીતે બેસવાની જગ્યા મળે તેવી માંગ કરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text