હળવદના બ્રહ્મણી ડેમમાં ડૂબેલા વૃદ્ધની બે દિવસે લાશ મળી

- text


ગ્રામજનોના મોરચા બાદ એન.ડી.આર.એફની ટીમએ સઘન શોધખોળ કરતા આજે વૃદ્ધનો મૃતદેહ મળ્યો

હળવદ : હળવદના બ્રાહ્મણી ડેમમાં બે દિવસ પહેલા એક વૃધ્ધએ ઝપલાવ્યું બાદ વૃદ્ધની શોધખોળ કરવામાં તંત્ર જરાય તસ્દી ન લેતું હોવાના રોષ સાથે ચરાડવાના ગ્રામલોકોએ ગઈકાલે ચક્કાજામ કર્યાં હતો.જેના પગલે આજ સવારથી જ એન ડી.આર એફની ટિમ ડેમમાં ડૂબેલા વૃદ્ધની શોધખોળ કરવા કામે લાગી છે અને તંત્રની જહેમતના અંતે વૃદ્ધનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સૂર્યનગર નજીક આવેલા બ્રાહ્મણી ડેમ-2માં બે દિવસ પહેલા એક વૃદ્ધએ ઝપલાવ્યું હતું અને વૃદ્ધ ડેમમાં ડૂબી ગયા હતા.આ વૃદ્ધ હળવદના ચરાડવા ગામે રહેતા જેરામભાઈ રવજીભાઇ ચૌહાણ ઉવ.65 દલવાડી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન બે દિવસ પહેલા ડૂબેલા વૃદ્ધની શોધખોળ કરવામાં તંત્ર જરાય તસ્દી લેતું ન હોવાથી તંત્રને ઢંઢોળવા માટે ગઈકાલે ચરાડવા ગામના લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.જેના પગલે તંત્ર ડેમમાં ડૂબેલા વૃદ્ધની શોધખોળ કરવા કામે લાગ્યું છે.અને ગઈકાલે એન.ડી.આર. એફ.ની.ટિમ ડેમ ખાતે આવી સ્થળ નક્કી કરીને આજે સવારથી આ ટીમ વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે. મામલતદાર અને પોલીસની હાજરીમાં એન.ડી.એફ.આરની ટીમે ડેમમાં સધન શોધખોળ કરતા આજે બપોરના સમયે ડેમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text