મોરબીમાં બાળકોને લક્ઝુરિયસ કારમાં બેસાડી કરાવી શહેરની રોમાંચક સફર

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને બાળકોને જલસો કરાવ્યો :

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ આજે વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને બાળકોને અનહદ આનંદ કરાવ્યો હતો.. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને ઓડી,મર્શીડીજ, BMW, સહિતની લકઝરીયસ કારમાં બેસાડીને શહેરની સફર કરાવી હતી.આ બાળકો પણ લક્ઝુરિયસ કારમાં બેસીને મોજમસ્તીથી ઝૂમી ઉઠ્યા હતા. બાદમાં બાળકોને ભાવતું ભોજન કરાવી તહેવારોની બીજાને ખુશી આપવી એજ ભારતીય સંસ્કૃતિની સાચી પરંપરા હોવાનો મેસેજ જનજન સુધી પહોંચાડયો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું.. હાલ ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમનું આયોજન કરીને જરૂરીરિયાત મંદ બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. અને પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને લક્ઝુરિયસ કારમાં બેસાડીને શહેરભરની સાહેલગાહ કરાવવામાં આવી હતી.જેમના ઘણા બાળકો પ્રથમ વખત જ લક્ઝુરિયસ કારમાં શહેરની સહેલગાહ માણી હોવાથી આ બાળકોનો હૈયા પુલકિત થઈ ગયા હતા અને કારમાં બેસીને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.

- text

વાત્સલ્ય દિવસની ઉજવણી કરવા અંગે આ સંસ્થાના સ્થાપક અને ક્રાંતિકારી વિચારોના પ્રણેતા દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રૂપ હંમેશા તહેવારોની અનોખી ઉજવણી કરે છે. ત્યારે વેલેન્ટાઇન ડેને પાશ્ચાત્ય પરંપરા નહિ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ બીજાની ખુશીમાં આપણી ખુશી સમાયેલી હોવાની ભાવનાને ચરિતાર્થ કરવા વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરી મોરબીની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૮૦ જેટલા બાળકોને સવારે સ્કાય મોલ ખાતે એકઠા કરી ત્યાંજ તમામ બાળકોને ૪૦ જેટલી ઓડી સહિતની લકઝયરીયસ કારમાં બેસાડી મોરબી શહેરની સફર કરાવવામાં આવી હતી.બાળકોને આ જોય રાઈડની મજા કરાવ્યા બાદ ભાવતા ભોજન કરાવવામાં આવ્યા હતા.. આ જોય રાઈડને લીલીઝંડી આપવા તેમજ બાળકોનો ઉત્સાહ વધારવા માટે , જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.એકંદરે આ જોય રાઈડ્સનો આનંદ માણીને બાળકોની ખુશીની કોઈ સીમા રહી ન હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text