મોરબીના ચશ્માઘારી ઉદ્યોગપતિની કામલીલા વાઇરલ

સિરામિક કારખાનામાં ઉદ્યોગપતિની કામલીલા કેમેરામાં કેદ : મોરબીમાં ચકચાર જગાવતી વિડીયો કલીપ

મોરબી : મોરબીના ઉદ્યોગપતિને ઘડિયાળના કારખાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી દસ લાખ પડાવવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં મોરબીમાં સિરામિક ફેકટરીમાં એક ઉદ્યોગપતિની મહિલા સાથે કારખાનામાં જ આચરેલી કામલીલા કેમેરે કંડાઈ ગયા બાદ સમગ્ર કામલીલા કોઈ ભેજાબાજે સોશિયલ મીડિયામાં ફરતી કરી દેતા ચશ્માંધારી ઉદ્યોગપતિના કામણ મોરબીમાં ટોક ઓફ ધી ટાઉન બન્યા છે.

મોરબીના સિરામિક ઉદ્યોગજગતમાં ખળભળાટ મચાવી દેતી આ ચકચારી ઘટનાની વિગતો જોઈએ તો સિરામિક ફેકટરી ધરાવતા અને રંગીન મિજાજી ઉદ્યોગપતિ મોકો મળ્યે કામલીલા આચરવાની કુટેવને લઈ હાલમાં બરાબરના ફસાઈ ગયા છે. જેમાં આ ઉદ્યોગપતિને પોતાની ફેકટરીના ભંડાકીયામાં કામલીલા આચરવાનો મોકો મળી ગયો હતો અને પગથિયાં ઉપર ભાન ભૂલેલા ઉદ્યોગપતિ ન કરવાના કામ કરી બેસતા કારખાનામાં જ કોઈએ કેમેરામાં ચોરી છુપે આ અંગત પળોની હરકત કેદ કરી લીધી હતી.

બીજી તરફ કારખાનામાં ઉદ્યોગપતિએ રંગરેલીયા માણવામા મશગુલ બન્યા હોવાનો વિડીયો હાલમાં મોરબીની બજારમાં ફરતો થઈ ગયો છે અને આ ચશ્માધારી ઉધોગપતિ ટોક ઓફ ટાઉન બન્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en