મોરબીના ગાળા ગામ પાસે માઇનોર કેનાલમાં ભંગાણ

કેનાલમાં ગાબડું પડવાથી મોટીમાત્રામાં પાણીનો વેડફાટ : પાણી રોડ અને બાજુના ખેતરોમાં ફરી વળ્યાં

મોરબી :મોરબીના ગાળા ગામ પાસેની નર્મદાની માઇનોર કેનાલમાં આજે ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને કેનાલના પાણી રોડ તથા ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં પાકને નુકસાન થયાની બુમરાણ ઉઠી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના ગાળા ગામે નર્મદાની નીકળતી માઇનોર કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડ્યું હતું.આ માઇનોર કેનાલમાં ગાબડું પડતાની સાથે જ કેનાલમાંથી પાણીની રેલમછેલ થઈ હતી અને મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો.કેનાલના પાણી રોડ ઉપર અને બાજુના ખેતરોમાં ફરી વળ્યાં હતા.ખેતરોમાં પાણી ઘૂસી જવાથી પાકને નુકસાન થયાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠી હતી.માઇનોર કેનાલમાં ભંગાણ થયાની જાણ થતાં નર્મદાના આધિકારીઓઓમાં દોડધામ મચી ગઇ હતી અને ઉપરથી પાણીને બંધ કરી દેવામાં આવ્યું હતું.જાણવા મળતી વિગતો અનુસાર ગાળા ગામ પાસે હવે માઇનોર કેનાલમાંથી નીકળતો પાણીનો પ્રવાહ અંકુશ આવી ગયો છે.નર્મદાના આધિકારીઓએ યુધ્ધના ધોરણે ગાબડાની મરમત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે. ગતવર્ષે અપુરતો વરસાદ પડવાથી આગામી સમયમાં ધેરી જળ કટોકટી ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે તંત્રને જળ સંચય કરવો જરૂરી છે.પરંતુ હમણાંથી યેનકેન પ્રકારે મોરબી માળીયા અને હળવદ નજીકની કેનાલમાં ભંગાણ થવાથી મોટી માત્રામાં પાણીનો વેડફાટ થાય છે.પાણીની અછત વચ્ચે જ પાણીનો આવી રીતે ખોટો બગાડ થતો હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.ત્યારે નર્મદા તંત્ર કેનાલના પાણીની જાણવણી કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en