મોરબી : ટ્રક રિવર્સમાં લેતા રાજસ્થાનના કિલીનરનું મોત

- text


મોરબી : મોરબીના જેતપર રોડ નજીક આવેલા સીરામીક કારખાનામાં ગઈકાલે ટ્રક રિવર્સમાં લેવડાવી રહેલા રાજસ્થાનના કિલીનરનું ટ્રક હેઠળ આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની મોરબી તાલુકા મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કોયો સીરામીક કારખાના રાજસ્થાનનો એક ટ્રક સીરામીક માલ લેવા આવ્યો હતો અને આ ટ્રકનો કિલીનર કાસીદ કમરુદિન ખાન ઉ.વ.20 રહે રાજસ્થાનવાળો આ ટ્રકને કારખનાની અંદર જ રિવર્સ લેવડાવી રહ્યો હતો. ત્યારે આ ક્લીનર ટ્રકની નીચે આવી જતા તેના પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભયું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text