ટંકારાના આચાર્ય પરિવારના પૌત્રનો જન્મદિવસ યજ્ઞ કરી ઉજવાયો

વૃદ્ધો માટે ભોજનિયાં કરાવ્યા

ટંકારા: ટંકારાના નિવૃત પોલીસ રાઇટર શશિભાઈ આચાર્યના પૌત્ર ઋષિનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. બધાની જેમ કેક કાપીને નહીં પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને ઋષિનો જન્મદિન ઉજવવામાં આવ્યો હતો.ગઈકાલે સવારે વિશેષ પૂજા બાદ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ ગરીબ પરિવાર તથા અનાથાશ્રમનાં બાળકોને ભોજન કરાવી પપ્પા કાનાભાઇ, મમ્મી મીરાબેન, દાદા શશિભાઈ, દાદી પુષ્પાબેન અને અંકલ પ્રતીક ઉર્ફે લાલકાકાના લાડકા એવા ઋષિના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.