મોરબી : સીરામીક એકમમાં મિક્સર મશીન માથે પડતા શ્રમિકનું મોત

મોરબી : મોરબીના જબૂડિયા ગામે આવેલા સીરામીક કારખાનામાં મિક્સર મશીન માથે પડતા ગંભીર ઇજા પામેલા શ્રમિકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

મોરબીના પાનેલી રોડ ઉપર જાબુડિયા ગામ નજીક આવેલા સીરામીક કારખાનામાં રહીને ત્યાંજ મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની માંગીલાલ ઈસાભાઈ સોદિયા ઉ.વ.32 નામનો શ્રમિક યુવાન ગત તા.4ના રોજ બપોરના સમયે કારખાનામ મજુરી કામ કરતો હતો તે વખતે અચાનક મિક્સર મશીન તેના માથે પડતા તેને ગંભીર ઇજાઓ થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.