ટંકારાના છાત્રોએ બાલાજી વેફર્સ સહિતની ફેક્ટરીની મુલાકાત લીધી

- text


વિદ્યાર્થીઓએ બાલાજી વેફર્સ તેમજ ફિડેલ પંપ અેન્ડ મોટર્સની મુલાકાત લીધી

ટંકારા : ટંકારાની લાઈફ લીંકસ વિદ્યાલયના ધો. ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ બાલાજી વેફર્સ તેમજ ફિડેલ પંપ અેન્ડ મોટર્સની મુલાકાત લઈને વિશેષ માહિતી મેળવી હતી.

ટંકારાની લાઇફ લિંકસ વિદ્યાલયના પ્રમુખ જયંતિભાઈ બારૈયા, ટ્રસ્ટી હિતેનભાઈ તેમજ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીયલ વિઝિટનુ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 12 કોમર્સના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ બાલાજી વેફર્સ તેમજ ફિડેલ પંપ અેન્ડ મોટર્સ ઈન્ડસ્ટ્રીયલની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને કંપનીના મેનેજર દ્વારા પ્રોડક્ટ અને પ્રોડક્શન વિશે જીવનમાં ખૂબ જ ઉપયોગી ગાઈડન્સ આપવામાં આવ્યું હતું. આમ આજના આ હરણફાળ યુગમાં વિદ્યાર્થીઓને આૈદ્યોગિક ક્ષેત્ર વિશેની માહિતી પુરી પાડવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text