મોરબીમાં સ્વદેશી ચીજવસ્તુઓ અંગે જનજાગૃતિ લાવવા બાળકોની રેલી યોજાઈ

- text


સીએસડીસી ગ્રૂપ આયોજિત સ્વદેશી અભિયાન અંતર્ગત બાળકો માટે સ્વદેશી રમતોત્સવ પણ યોજાયો

મોરબી : મોરબીમાં સીએસડીસી ગ્રૂપ દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓ અંગેની જનજાગૃતિ લાવવા માટે શાળાના બાળકોની રેલી યોજવામાં આવી હતી. આ સાથે રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મોરબીમાં સીએસડીસી ગ્રૂપ દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત ઘૂંટુ ગામની નવોદય વિદ્યાલયથી સ્વદેશી ચીજવસ્તુઓ અંગેની જાગૃતિ લાવવાના હેતુથી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં સત્યમ વિદ્યાલય, રાંદલ વિદ્યાલય, સારથી વિદ્યાલય, તક્ષશિલા વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને જ્ઞાનદીપ વિદ્યાલયના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી દરમિયાન બાળકોએ પત્રિકાઓ પણ વહેંચી હતી.

આ સાથે સ્વદેશી રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બુક બેલેન્સ, ફુગ્ગા ફોડ, લીંબુ ચમચી, લોટ ફૂંકણી, ત્રીપગી દોડ, રિંગ ગોલ, ખો ખો, વિઘ્ન દોડ જેવી ભારતીય સંસ્કૃતિની રમતો યોજવામાં આવી હતી. વિસરતી જતી આ રમતોમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આ સાથે પતંજલિ યોગ શિક્ષક અંદરપા દ્વારા બાળકોને સ્વદેશી અભિયાન તેમજ યોગ વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ઉપરાંત પતંજલિ યોગના મોરબી જિલ્લાના યુવા પ્રભારી સંજયભાઈ રાજપરાએ બાળકોને સ્વદેશી વસ્તુઓ વાપરવાની પ્રેરણા આપી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text