મોરબીમાં વાતાવરણમાં પલટો : દ્વારકા, ઓખા પંથકમાં માવઠું

- text


પોષી પૂનમે માવઠું થતા ભાવિકામા દોડધામ : ખેડૂતો ચિંતિત

મોરબી : મોરબીમાં બપોરે વાતાવરણમાં આચનક બદલાવ આવ્યો છે તો બીજી તરફ દ્વારકા, ઓખા, મીઠાપુર અને સૂરજકરાડી સહિતના ગામોમાં કમોસમી માવઠું થતા દ્વારકા મંદિરે પોષી પૂનમે દર્શને આવેલા ભવિકોમાં ભાગદોડ મચી જવા પામી છે.

જાણવા મળ્યા મુજબ આજે બપોરના સમયે મોરબીના વાતાવરણમાં અચાનક જ બદલાવ સાથે વાદળો ઘેરાયા હતા. તો હાલાર પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દરિયાઈ પટ્ટી ઉપરના દ્વારકા, ઓખા, મીઠાપુર અને સુરજકરાડી સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડતા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું. આજે પોષી પૂનમ હોય જગતમંદિર દ્વારકામાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી અને વરસાદને પગલે લોકોમાં ભાગદોડ થઈ પડી હતી.

- text

દરમિયાન બપોર બાદ મોરબી માળીયા પંથકની સાથે – સાથે જામનગરમાં પણ વાતાવરણમાં બદલાવ સાથે વાદળો ઘેરાતા ઠંડક પ્રસરી જવા પામી હતી, વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે માવઠું થતા ખેડૂતોમાં પાકને નુકશાન જવાની ચિંતા વ્યાપી ગઈ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text