મોરબીમાં સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

- text


આરોપી સામે જાતીય સતામણી અને પોકસો હેઠળ ગુનો નોંધાયો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે થોડા દિવસો પહેલા સગીરાને એક શખ્સ ભગાડી ગયા બાદ બી ડિવિજને ગણતરીના દિવસોમાં જ સગીરાને શોધી કાઢીને આરોપીને ઝડપી લીધો હતો.આ અરોપી સામે જાતીય સતામણી અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવના મોરબી સીટી બી ડિવિજનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.10 ડિસેમ્બરના રોજ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતી સગોરાને મહેન્દ્ર પ્રભુભાઈ કારોરિયા લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પી.આઈ. કોઢિયાની સુચનાને પગલે ડી સ્ટાફ પેટ્રોલીગ કરી રહ્યો હતો.એ દરમ્યાન આરોપી આજે સગીરા સાથે મહેન્દ્રનગર ચોકડી પાસે આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા ડી સ્ટાફે ત્યાં દોડી જઈને સગીરાને શોધી કાઢી આરોપીને ઝડપી લીધો હતો.તેમજ આ અરોપી સામે જાતોય સતામણી અને પોકસો કલમ હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

- text