વાંકાનેર પંથકમાંથી વધુ એક વખત આર.આર.સેલે અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો

- text


વાંકાનેર : વાંકાનેર શહેર વિસ્તારમાંથી અંદાજિત ૧૦ દિવસ પહેલા રાજકોટ રેન્જ આર.આર.સેલ દ્વારા ૬૭ બોટલ અંગ્રેજી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ એક વખત આજે એ વિસ્તાર થી થોડે દુર યજ્ઞપુરુષ નગરની પાછળના ભાગે આવેલ તળાવમાં ખાડો કરી સંતાડી રાખેલ ૧૪૦ બોટલ અંગ્રેજી દારૂ કિંમત રૂપિયા ૪૨૦૦૦ નો ઝડપી પાડેલ તેમજ આરોપી ગીરીરાજસિંહ અગરસંગ વાળા હાજર મળી આવેલ ન હોય તેમના વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવેલ અને આ માલ ક્યાંથી આવ્યો અને આ ગુના સંબંધમાં કોણ કોણ સંકળાયેલ છે તે બાબતની વધુ તપાસ હાથ ધરેલ છે.

આ સફળ કામગીરીમાં રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપ સિંહની સૂચનાથી આર આર સેલ પી.એસ.આઈ. એમ.પી.વાળા દ્વારા રામભાઈ મઠ, સુરેશભાઈ હુંબલ, કૌશિકભાઇ મણવર તેમજ રસિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ

- text

- text