આનંદો ! મોરબી શહેર માટે અલગ મામલતદાર કચેરી શરૂ થશે

- text


 

લાંબા સમયની માંગણી બાદ અંતે સરકારે કર્યો નિર્ણય

મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ પણ મોરબી શહેર માટે અલગ મામલતદાર કચેરી અસ્તિત્વમાં ન હોવાથી લોકોને રેશનકાર્ડ, આવકના દાખલાથી લઈ અનેક નાની મોટી કામગીરીમાં વિલંબ થતો હતો પરંતુ સરકાર દ્વારા હવે મોરબી શહેર માટે અલાયદી મામલતદાર કચેરી શરૂ કરવા નિર્ણય કરતા લોકોની મુશ્કેલી હળવી બનશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર ઉપરાંત તાલુકાના ૧૦૦થી વધુ ગામડા માટે હાલમાં એક જ મામલતદાર કચેરી ઉપર ભારણ હોવાથી લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી લાંબા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અને સામાજિક કાર્યકરો તેમજ ભાજપ આગેવાનો દ્વારા લાંબા સમયથી મોરબી શહેર માટે અલગ મામલતદાર કચેરી શરૂ કરવા માંગ કરવામાં આવતી હતી.

- text

દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના જુદા – જુદા જિલ્લામાં ૧૮ નવી મામલતદાર કચેરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દરેક મામલતદાર કચેરીમાં એક મામલતદાર, ત્રણ નાયબ મામલતદાર, એક સર્કલ, કારકુન અને પટ્ટાવાળા સહિતનું મહેકમ પણ મંજુર કરી લેવાયું છે.

આમ, મોરબીમાં લાંબા સમયની રજુઆત અને માંગણી મુજબ નવી શહેર મામલતદાર કચેરી શરૂ થતાં લોકોને મોટી રાહત મળશે.

- text