મોટાદહીંસરાના શિક્ષિકાએ શાળાને બે છોડની ભેટ આપીને અનોખી રીતે જન્મદિન ઉજવ્યો

- text


મોરબી : માળીયા મિયાંણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના જન્મદિનની પ્રેરક ઉજવણી કરી હતી. આ શિક્ષિકાએ શાળાને કુંડા સાથે બે છોડ ભેટમાં આપીને તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ કરાવ્યો હતો.

મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષિકા દિવ્યાબેન.ડી.પટેલએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.શાળામાં પોતાના જન્મદિવસ નિમિતે બે કુંડા છોડ સાથે ભેટ આપી નવી પહેલ શરૂ કરી છે. શિક્ષિકાની આ પહેલથી પ્રેરાઈને હવે શાળાના તમામ શિક્ષકોએ પોતાના જન્મદિવસ નિમિતે શાળાને વૃક્ષ ભેટ આપવાનો નિર્ણય લીધો છે. જન્મદિવસ નિમિતે આ શિક્ષિકાએ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ કરાવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text