મોરબીના બાવન કેન્દ્રો પર 16950 ઉમેદવારો લોકરક્ષકની પરીક્ષા આપશે : તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ

- text


તંત્ર દ્વારા રાજકોટ સુરેન્દ્રનગરના ઉમેદવારોને પરત પહોચાડવા 60 એસટી તથા ખાનગી મળીને 300 બસોની વ્યવસ્થા :

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરશે : કલેક્ટર દ્વારા પરીક્ષા સબંધી જાહેરનામું લાગુ કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા.6ના રોજ યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષાની તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના બાવન પરીક્ષા કેન્દ્રો પર રાજકોટ સુરેન્દ્રનગર મળીને 16710 ઉમેદવારો પરીક્ષા આપશે જ્યારે એસટી તંત્ર દ્વારા આ ઉમેદવારોને પરીક્ષા દીધા બાદ પરત રાજકોટ અને સુરેન્દ્રનગર પહોંચાડવા માટે 60 એસ ટી તથા ખાનગી મળીને 300 બસોની વ્યવસ્થા કરાઈ છે અને ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રેહવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ છે કલેક્ટરે પરીક્ષા સંબંધી નિયમોનું જાહેરનામું લાગુ કર્યું છે.

મોરબી જિલ્લામાં આગામી તા.6 જાન્યુઆરી એ લોકરક્ષક દળ ની પરીક્ષા યોજાનાર છે। જેમાં સુરેન્દ્રનગરના 14472 તથા રાજકોટના 2238 મળીને કુલ 16710 ઉમેદવારો પરીક્ષા આપશે. મોરબી, વાંકાનેર , ટંકારા અને હળવદના બાવન પરીક્ષા કેન્દ્રો ના 557 બ્લોકમાં આ પરીક્ષા લેવાશે. સ્ટ્રોંગ રૂમ ,ડીસ્પેચ માટે પરીક્ષાના ઝોન તરીકે મોરબીની બૉયઝ હાઈસ્કૂલને રાખવામાં આવી છે. 19 રૂટમાં પરીક્ષાના પેપરો પહોંચાડશે. જેમાં દરેક રુટ પાર બોર્ડના પ્રતિનિધિ તરીકે ક્લાસવન ઓફિસર જોડાશે. જયારે પરીક્ષા આપી દીધા બાદ રાજકોટ સુરેન્દ્રનગર ઉમેદવારોને પરત પહોંચાડવા માટે એસટી તંત્ર દ્વારા 60 એસટી અને ખાનગી મળીને 300 બસોની વ્યવસ્થા કરાઈ છે, સુરેન્દ્રનગર જવા માટે મોરબીમાં સામાં કાંઠે પરશુરામ પોટરીનું ગ્રાઉન્ડ ,વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ મેદાન, હળવદમાં હરિદર્શન હોટેલ પાસે , ટંકારામાં પોલીસ સ્ટેશન સામે ,જયારે રાજકોટ જવા માટે મોરબીના ગાંધીના વંડાનું સ્થળ નિયત કરવામાં આવ્યું છે

- text

ઉમેદવારો શનિવારે રાત્રે મોરબી આવી પોહ્ચવાની સંભાવના છે. ત્યારે આ ઉમેદવારોને રહેવા જમવા માટે અગવડતા ન પડે તે અંગે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા ના આગળ દિવસે તા.5ના રોજ રાત્રે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ છે. આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે પરીક્ષાર્થી યુવકોને જીતુભાઇ 9137944440 વિજયભાઈ 9913945006 રમેશભાઈ 9979354888 અને મનીષભાઈ 9824587875 તથા યુવતીઓ કાજલબેન 9825488733 તેમજ મંજુલાબેન 9601728800 ઉપર સંપર્ક કરવાની અપીલ કરાઈ છે.

જયારે કલેકટરે આ પરીક્ષા સંદર્ભે જાહેરનામું બહાર પડી તમામ પરીક્ષા સ્થળો પાર ચાર કરતા વધુ વ્યકતિઓએ એકત્રિત થવું નહિ અને સભા સરઘસ નહિ કાઢવા માટે કલામ 144 લાગુ કરી પરીક્ષા સબંધી કોઈ પણ વસ્તુ ઓ નહિ લઇ જવાનું ફરમાન કર્યું છે.
ભુજ જવા મોરબી મહિલા ઉમેદવારો માટે લેડીસ બસની વ્યવસ્થા લોકરક્ષકદળની પરીક્ષા માટે મોરબીના ઉમેદવારો માટે ક્ચ્છનું સ્થળ જાહેર થયું છે આથી ભુજ જવા માટે મોરબીના મહિલા ઉમેદવારોને સરળતા પડે તે માટે એસટી તંત્ર દ્વારા અલગ લેડીઝ બસની વ્યવસ્થા કરવામાં આવી છે મોરબીના મહિલા ઉમેદવારોને બસમાં સુરક્ષાનું વાતાવરણ મળી રહે એ માટે કંડક્ટર અને ડ્રાઇવર પણ મહિલા જ છે. અત્યાર સુધીમાં ભુજ પરીક્ષા આપવા જવા માટે 37 મહિલા ઉમેદવારોની નોંધણી થઇ હોવાનું એસટીના સૂત્રોએ જણાવ્યું હતું

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text