ઉધરસ ખાવ તો પોપડું પડે ! મોરબીની રજવાડી વ્યાયામ શાળાની દુર્દશા

- text


વ્યાયામ શાળાને તાત્કાલિક રીનોવેટ કરવા માંગણી ઉઠાવતા જિલ્લા પંચાયત પ્રમુખ

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રાજાશાહી સમયની વ્યાયામ શાળા તંત્રની ઉદાસીનતાને કારણે અત્યંત જોખમી બની જતા કસરત કરવા આવતા યુવાનો ઉધરસ ખાઈ તો પણ પોપડા પડે તેવી હાલત હોય આ વ્યાયામ શાળાને તાકીદે રીનોવેશન કરવા જિલ્લા પંચાયત પ્રમુખ ચીખલીયાએ કલેકટર સમક્ષ લેખિત માંગ ઉઠાવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી શહેરના અને મોરબી તાલુકાના
નવ યુવાનો માટે રાજાશાહી વખતમાં બનાવાયેલ વ્યાયામ શાળામાં હાલ ખંઢેર હાલતમાં છે જેમાં
ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય અને યુવાનોના જીવ જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલીક અસરથી હોલનું નવીનીકરણ કરવા માટે મનોરંજન કર માંથી પુરતી ગ્રાન્ટ ખાસ કીસ્સામાં ફાળવવા માંગણી ઉઠાવી હતી.

આ ઉપરાંત વ્યાયામ શાળામાં દરેક વ્યાયામ માટેના સાધનો ઉપલબ્ધ છે પરંતુ હોલ ન હોવાના કારણે આ સાઘનોનો ઉપયોગ થઇ શકતો નથી. અને જેથી
સરકારશ્રીની નેમ ખરા અર્થમાં સાર્થક કરવા તાકીદે વ્યાયામ શાળા રીપેર કરવા માંગની અંતમાં ઉઠાવવામાં આવી હતી.

- text

- text