ટંકારામાં ધાડ અને ચોરીના ગુન્હામાં ભાગેડુ શખ્સ એમપીથી પકડાયો

- text


મોરબી એલસીબી ટીમ દ્વારા પાંચ વર્ષથી નાસતા ફરતા ગુન્હેગારને મધ્યપ્રદેશમાંથી દબોચ્યો

ટંકારા : ટંકારા વિસ્તારમાં બબ્બે ધાડ પાડવાના તેમજ એક ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા શખ્સને એલસીબી ટીમે તેના વતન મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ અને તેમની ટીમ દ્વારા બાતમીને આધારે ટંકારા પો.સ્ટે. (૧) ફ.ગુ.ર.નં.૪૦/૨૦૧૩ ઇ.પી.કો.ક. ૩૯૫.૩૯૭ (ધાડ)
તથા (૨) ફ.ગુ.ર.નં. ૬૬/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૯૫ (ધાડ) તથા (૩) ફ.ગુ.ર.નં.૪૭૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪(ઘરફોડ) ચોરીના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજભાઇ પાતલીયાભાઇ અજનાર, રહે.અરંડિયા ફળીયા, પો.સ્ટે. ઉદીયાગઢ તા. જોબટ, જી.અલીરાજપુર એમ.પી વાળાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.

- text

આ કામગીરી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઇ. હિરાભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. ચન્દ્રકાન્તભાઇ વામજા, પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર અને સતિષભાઇ કાંજીયાએ કરેલ હતી.

- text