હળવદના કોયબા ગામે યુવાનની હત્યા

- text


રાત્રે ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળેલા યુવાનને નદી નજીક રહેંસી નંખાયો

હળવદ : હળવદના કોયબા ગામે ગતરાત્રીના ઘરેથી વાડીએ જવા નીકળેલા કોળી યુવાનને માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીકી દઇ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના નાના એવા કોયબા ગામે ગત રાત્રીના પોતાના ઘેરથી વાડીએ જવાનું કહીને નીકળેલા જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળી ઉ.૨૨ નામના યુવાનની સવારે લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.

વધુમાં આજે સવારે કોયબા ગામે નદી નજીક કોઝવે પર જીતેન્દ્ર ઉર્ફે નવઘણ ઠાકરશી કોળી ઉ.૨૨ નામના યુવાનની લાશ પડી હોવાનું ગ્રામલોકોને જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

- text

વધુમાં યુવાનની હત્યા થઈ હોવાની જાણકારી મળતા તુરત જ હળવદ પીઆઈ એમ. આર. સોલંકી,
રમેશભાઈ, ગંભીરસિંહ સહિતનો કાફલો કોયબા દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને માથામાં તિક્ષણ હત્યાના ધા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

- text