કચ્છના ભચાઉમાં ઉચાપત કરી ૧૬ વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયેલ આરોપી ઝડપાયો

- text


મોરબી : ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાણાકીય ઉચાપતના ગુનામાં છેલ્લા સોળ વર્ષથી નાસતા ફરતા
આરોપીને મોરબીની નાસતા ફરતા સ્કવોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

મોરબી નાસતા ફરતા સ્ક્વોડની ટીમે મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પો.હેડ.કોન્સ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા પો.કોન્સ. એ.પી.જાડેજાને મળેલી બાતમીને આધારે ભચાઉ પોલીસ મથકમાં નોંધાયેલ નાણાકીય ઉચાપતના કેસમાં છેલ્લા સોળ વર્ષ થી નાસતા ફરતા આરોપી કરશનભાઇ લખમણભાઇ સુરેલા, ઉ.વ.૪૪ રહે ઇન્દીરાનગર-૨ ખોડીયાર
સોસાયટી મહેન્દ્રનગર તા.મોરબી જી.મોરબી વાળાને રવીરાજ ચોકડી તા.મોરબી નજીકથી ઝડપી લઈ ભચાઉ પોલીસને હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી નાસતા ફરતા સ્કવોડના પોલીસ સબ ઈન્સપેક્ટર એ.બી.જાડેજા,
પો હેડ. કોન્સ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, પો.હેડ.કોન્સ.રસીકભાઇ ભાણજીભાઇ કડીવાર, પો.હેડ.કોન્સ. મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા, પો.કોન્સ. એ.પી.જાડેજા વગેરેએ કરી હતી.

- text