ભાજપના તમામ મહિલા કાર્યકર્તાઓને મેઇડ ઇન મોરબી ઘડિયાળ ભેટ અપાશે

- text


 

ગાંધીનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય મહિલા અધિવેશન માટે ખાસ સ્મૃતિરૂપ ઘડિયાળ લોન્ચ

મોરબી : સમગ્ર દેશમાં સમય બતાવવાનું કામ તળિયા, નળિયાં અને ટાઇમની નગરી મોરબીમાં બનેલી ઘડિયાળો કરી રહી છે ત્યારે મોરબીની યશ કલગીમાં વધુ એક પીંછા રૂપે આગામી તા. ૨૧ અને ૨૨ ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર મહિલા સંમેલનમાં તમામ બહેનોને મોરબીમાં બનેલી ઘડિયાળ ભેટ આપશે આજે આ ઘડિયાળનું મોડલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેના હસ્તે લોન્ચ કરાયું હતું.

મળતી વિગતો મુજબ આગામી તા.૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. સમગ્ર રાષ્ટ્રમાંથી પધારનાર તમામ ભગિની કાર્યકર્તાઓને, આગેવાનોને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના ફોટોઝની સાથે સાથે ભાજપનું નિશાન કમળનો લોગો ધરાવતું કેસરી કલરનું એક વૉલ ક્લોક સ્મૃતિચિહ્ન તરીકે અર્પણ કરવામાં આવશે.

- text

જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુશ્રી સરોજ પાંડે તથા મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ વૉલ ક્લોક મોડલ આજરોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રીય મહિલા અધિવેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની જાત માહિતી મેળવવા સુશ્રી પાંડેજી પધાર્યા હોય એ અવસરે ઘડિયાળ મોડેલ લોન્ચ કરાયું હતું.

- text