મોરબી : ડૉ. કે. ડી. જેસ્વાણીને વિશિષ્ઠ ચિકિત્સા એવોર્ડ એનાયત કરાયો

- text


એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ ઈન્ડીયા, ગુજરાત સ્ટેટ ચેપ્ટર દ્વારા એવોર્ડ અપાયો

મોરબી : મોરબીમાં પ્રાથમિક શિક્ષણ મેળવી મેટ્રિકમાં કેન્દ્ર પ્રથમ આવેલા ડો. કે.ડી.જેસવાણીને મેડિકલ ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન અને સંપૂર્ણ સમર્પિત સમાજ સેવા માટે વિશિષ્ઠ ચિકિત્સા એવોર્ડ એનાયત કરાયો છે.

જૂનાગઢ ખાતે તા. 14-15-16 ડિસે. 2018 ના રોજ આયોજીત સર્જન્સ કોન્ફરન્સમાં પૂર્વ સાંસદ, (ખેડા લોકસભા) તથા પૂર્વ ચેરમેન, (જી.એસ.એફ.સી. વડોદરા), અગ્રણી કેળવણીકાર ડૉ. કે. ડી. જેસ્વાણી સાહેબને “વિશિષ્ઠ ચિકિત્સા એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ગુજ. સ્ટેટ ચેપ્ટરના પ્રેસિડન્ટ ડૉ. ડી. પી. ચીખલીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરિયા, ડો. પંકજભાઈ પરીખ વિગેરેની સવિશેષ ઉપસ્થિતિમાં ડૉ. કે. ડી. જેસ્વાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનિય છે કે ડૉ. જેસ્વાણીનું પ્રાથમિક શિક્ષણ મોરબીમાં થયેલું અને તેઓ મેટ્રિકમાં મોરબી કેન્દ્ર પ્રથમ હતા. મોરબી સાથે તેમની અનેક સ્મૃતિઓ જોડાયેલી છે.

- text

- text