મોરબી ફાયરિંગ પ્રકરણમાં શૂટર સુરેશસિંહ અને સુરેન્દ્રસિંહના પાંચ દિવસના રિમાન્ડ મંજુર

- text


સહ આરોપી ભરત અને દિગ્વિજયસિંહ જેલ હવાલે

મોરબી : મોરબીના ચકચારી ફાયરિંગ કેસમાં આજે પોલીસે ચારેય આરોપીઓની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે શૂટર સુરેશસિંહ અને સુરેન્દ્રસિંહના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને સહ આરોપી ભરત અને દિગ્વિજયસિંહ જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ કરવા મામલે પોલીસે આરોપી સુરેશસિહ ઉર્ફે રાજવિરસિંહ ઉર્ફે ધનજી ઇન્દ્રદેવસિંહ
ઠાકુર રહે, ગામ-સતવાર, ઉપટોલા તા.બાંસડી, જી.બલીયા (ઉત્તરપ્રદેશ) સહ આરોપી (૧) ભરતંભાઈ જીવણભાઈ સોઢીયા ઉ.૩૧, (૨) દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ઉ.૩૦ રહે. શકત શનાળા સહિત ચારેયને આજે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.

- text

જેમાં નામદાર અદાલતે શૂટર સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંગ અને હિતુભાના ભાઈ સુરેન્દ્રસિંહના 14 દિવસના રિમાન્ડની પોલીસની માંગ સામે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જ્યારે સહ આરોપી ભરત સોઢિયા અને દિગ્વિજયસિંહની રિમાન્ડ અરજી નામંજૂર કરી તેમને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી ભરત સોઢિયા વતી વકીલ વી.એચ.કનારા સાહેબ દલીલો કરી હતી.

- text