તારું ખાસ કામ છે કહી ટંકારાના યુવાન ઉપર ખૂની હુમલો

- text


ટંકારાથી કલ્યાણપર ગામની સીમમાં લઈ જઈ ચાર શખ્સો તૂટી પડ્યા

ટંકારા : ટંકારાના યુવાનને તારું ખાસ કામ છે કહી બુલેટમાં બેસાડી કલ્યાણપુર ગામની સીમમાં લઈ જઈ ચાર શખ્સોએ ધારિયા વડે ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ સોહીલભાઇ કાસમભાઇ ભુંગર, ઉ.વ. ૨૬ ધંધો ખેતી કામ રહે. સંધીવાસ સરકારી હોસ્પીટલની સામે ટંકારાતા-ટંકારા જી. મોરબીવાળાને તારું ખાસ કામ છે કહી બુલેટ મોટર સાયકલમાં બેસાડી જુમા હાસમ સુમરાણી કલ્યાણપર ગામની સીમમાં લઈ ગયો હતો જ્યાં અગાઉથી હાજર અલ્તાફ ગફાર નાયક, સીંકદર મામદ સુમરાણી અને ઇમરાન ઇબ્રાહીમ નાયક રહે.બધા ટંકારાવાળાઓએ સોહિલને પીઠના
ભાગે તથા બને પગમા પોતાના પાસે રહેલ ધારીયુ લોખંડના પાઇપ લાકડાના ધોકા વતી મુંઢ માર મારી તથા બને હાથમા ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

- text

આ મામલે પોલીસે સોહીલની ફરિયાદના આધારે (૧) જુમા હાસમ સુમરાણી (૨) અલ્તાફ ગફાર નાયક (૩)સીંકદર મામદ સુમરાણી (૪) ઇમરાન ઇબ્રાહીમ નાયક રહે.બધા ટંકારા વિરુદ્ધ ખુનીહુમલો જાનથી મારી નાખવાની ધમકી અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text