મોરબી : લાયસન્સ વગર સિકયુરીટી એજન્સી ચલાવતો શખ્સ ઝડપાયો

- text


મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા ટીમ્બડી ગામના પાટિયા નજીક સીરામીક ફેક્ટરીમાંથી લોલમલોલ ઝડપી

મોરબી : મોરબીમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાયસન્સ વગર સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવાનું દુષણ ફુલ્યું ફાલ્યું હોય મોરબી એસઓજી ટિમ દ્વારા ટીમ્બડી પાટિયા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં ચેકીંગ કરી લાયસન્સ વગર સિક્યુરિટી ગાર્ડ પુરા પાડનાર શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફે પેટ્રોલીંગમાં હતો એ દરમ્યાન મોરબી તાલુકાના મોરબી-કંડલા ને.હા.રોડ ટીંબડી ગામ પાસે આવેલ ઓએસીસ ટાઇલ્સ-LLP નામના કારખાનામાં આરોપી દીનાનાથસિંહ રામનરેશસિંહ કહાર
ઉ.વ.૫૮ રહે.બૈદેકોરી તા.ચારપોખરી જી.ભોજપુર (બિહાર) રહે.ઓએસીસ ટાઇલ્સ-LLP કારખાનાની રૂમમાં મોરબી-કંડલા ને.હા.રોડ ટીંબડી તા.જી.મોરબી વાળો પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવતા સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

- text

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.પો.હેડકોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પો.કોન્સ.ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઇ પટેલ, વિજયભાઇ ખીમાણીયા વિગેરે રોકાયેલ હતા.

- text