ખનીજચોરી ઝડપી લેવા ડ્રોન સાથે મેદાનમાં ઉતરતું ખાણખનીજ વિભાગ

- text


હળવદના ધનાળા નજીક ડ્રોનનો ઉપયોગ કરી ફ્લાઈંગ ચેકીંગ : ખનીજ ચોરી કરતી ટ્રક ઝડપાઈ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા ખાણખનીજ ચોરી ઝડપી લેવા દરેક જિલ્લામાં ડ્રોન કેમેરા મારફતે ખનીજચોરોને ઝડપી લેવા આદેશ કરવામાં આવતા આજે મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા હળવદ પંથકમાં ચાલતી રેતી ચોરી ઝડપી લેવા ડ્રોન સાથે ફ્લાઈંગ ચેકીંગ કરવામાં આવતા ખનીજચોરોમાં ફફડાટ મચવાની સાથે નાસભાગ થઇ પડી હતી.

- text

ખનીજ સંપદાથી ભરપૂર મોરબી જિલ્લામાં રેતી, પથ્થર, ચિનાઈ માટી, કોલસો, લાઇમસ્ટોન સહિતની ખનીજની બેફામપણે ચોરી થઈ રહી છે ત્યારે આજરોજ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી હળવદ પંથકમાં ખનીજચોરી ઝડપી લેવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે અન્વયે ધનાળા ગામમાં રેતીની ખનીજચોરી ઝડપી લેવા ડ્રોન ઉડાવવામાં આવતા જ રેતી ચોરી કરતા તત્વોમાં રીતસર નાસભાગ મચી જવા પામી હતી.

વધુમાં ખાણખનીજ વિભાગ મોરબીના યુ.કે.સિંઘ દ્વારા ધનાળા ખાતે ગેરકાયદેસર ખનીજ વહન કરતી એક ટ્રકને ઝડપી લેવાઈ હતી. જેમાં ર૩ ટન રેતી સાથે ટ્રકને હળવદ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text