મોરબીમાં પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સ્પે. કાયદા બેચનું આયોજન

- text


મોરબી : મોરબી જીલ્લા પોલીસ તથા ટી.ટી.સી. એકેડમી રાજકોટના સહયોગ થી ચાલતા વર્ગોમાં આગામી 23 તથા 24 નવેમ્બર ના રોજ પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સ્પે. કાયદા બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોરબીના સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્પે. કાયદા બેચ યોજાશે. આ સ્પે.કાયદા બેચમાં કાયદાના નિષ્ણાત મનીષ ગઢવી દ્વારા વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવશે. જેથી આ સ્પે. કાયદા બેચનો મોરબી જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના ઉમેદવારોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text