મોરબી : બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા યુવાનનું મોત

- text


મોરબી : ગતરાત્રીના મોરબીના જેપુર નજીક બંધ ઉભેલા ટ્રક પાછળ બાઇક ઘુસી જતા બાઇક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામથી બાઇક લઈને મોરબી તરફ આવી રહેલ હસમુખ દિલીપભાઈ કોળી (ઉ.૩૮) જેપુર નજીક બંધ પડેલા ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર ઇજાઓ સાથે સારવારમાં ખસેડાયેલ હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text