માળીયા તાલુકાની તમામ શાળામાં માં સરસ્વતિ માતાના લાઇટિંગવાળા ફોટાની ભેટ

- text


માળીયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું સ્તુત્ય પગલું

માળીયા : માળીયા તાલુકાની તમામ શાળાઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માં સરસ્વતિના લાઇટિંગવાળા કિંમતી ફોટાની ભેટ આપી સ્તુત્ય પગલું ભરવામાં આવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકામાં પ્રાથમીક શિક્ષકોના પ્રશ્નો માટે પ્રાથમિક શિક્ષક સંઘની રચના કરવામાં આવેલ છે જેમાં દર વર્ષે શિક્ષકો પાસેથી રૂ 150 એકસો પચાસ રૂપિયા સભ્ય ફી લેવામાં આવે છે જે પૈકી 90 નેવું રૂપિયા જિલ્લા પ્રાથમીક સંઘમાં જમા કરવામાં આવે છે બાકીના શિક્ષક દીઠ 60 સાઈઠ રૂપિયા તાલુકા સંઘ પાસે રહે છે જેમાંથી વર્ષ દરમ્યાન સ્ટેશનરીની ખર્ચ, મીટીંગની ચા-પાણી નો ખર્ચ તેમજ ટેલિફોન,વાહન ભાડાનો ખર્ચ વગેરે કરવાનો હોય છે પણ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ,મહામંત્રી, પ્રમુખે શિક્ષકોએ આપેલી ફીની એક પાઇનો ખર્ચ કરેલ નથી તે તમામ બચત રકમ બચાવી અને 2014 થી 2017 સુધી કુલ 184450 એક લાખ ચોર્યાસી હજાર ચારસો પચાસ રૂપિયા પુરા અત્યાર સુધી ફી આવેલ જે પૈકી 110670 એક લાખ દશ હજાર છસો સીત્તેર જિલ્લામાં જમા કર્યા હતા.

- text

બાકી રહેતી રકમ રૂપિયા 73780/ તૌતેર હજાર સાતસો એસી પુરા તાલુકા પાસે રહ્યા જે તમામ બચત રકમમાંથી અને માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના સહકારથી માળિયા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં તેમજ ઓફીસ માં આશરે રૂપિયા 1900 થી 2000 બે હજારની કિંમતના એક એવા 82 જેટલા અંદાજિત રકમ 1,60,000 એક લાખ સાઈઠ હજાર રૂપિયાના લાઈટીંગવાળા ફોટો આપી સ્તુત્ય પગલું ભર્યું છે.

- text