ટંકારાથી વાંકાનેર દારૂની બાટલી દેવા ગયેલ બે યુવાન ઝડપાયા

ટંકારા : ટંકારાના ઘુંટીયાવાળ ગામે રહેતા હરેશકુમાર ગુળવંતભાઈ પનારા, ઉવ-૨૪ અને રવિ ગુળવંતભાઈ પનારા રાવળદેવ ઉવ-૧૮ વાળા પોતાનું મોટરસાયકલ લઈ વાંકાનેરના ભલગામ નજીક મેકડોવેલ નંબર વનની એક બોટલ વેચાણ કરવા જતાં પોલીસે રૂ. ૨૦૦૦૦ની કિંમતનું મોટર સાયકલ અને દારૂની બોટલ મળી ૨૦૩૭૫ નો મુદામાલ કબ્જે લઈ બન્નેને અટકાયતમાં લીધા હતા.