રન ફોર યુનિટી અંતર્ગત એકતા દોડ લગાવતા મોરબીના નગરજનો

- text


શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થા તથા શહેરના નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી : તા.૩૧ મી ઓકટોબર-૧૮ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભારત સરકારના આયોજન સંદર્ભે આજ રોજ મોરબી શહેરના નગરપાલિકા કચેરી ખાતેથી રન ફોર યુનિટીનું સવારે ૭-૩૦ કલાકે કલેકટર આર.જે.માકડીયાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

- text

આ પહેલા ઉપસ્થિત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થા તથા શહેરના નાગરીકોને મહાનુભાવો, અધિકારીઓ દ્વારા એકતા શપથ લેવડાવામાં આવ્યા હતાં. સરદાર પટેલના જય જયકારના નારા સાથે આ રેલી મોરબી શહેરના મુખ્યમાર્ગો પરથી નિકળીને સરદાર પટેલ પ્રતિમા, નવા બસસ્ટેન્ડ ખાતે પૂર્ણ થયેલ હતી. જયાં સરદાર પટેલ પ્રતિમા ને મહાનુભાવો દ્વારા ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા.

રન ફોર યુનિટી કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ મુકેશભાઈ ઊઘરેજા, મોરબી શહેરના સર્વે અધિકારીઓ તેમજ મોરબી શહેરના શાળા-કોલેજ અને સંસ્થાના વિદ્યાર્થીઓ અને મોરબી શહેરના નાગરીકો બહોળી સંખ્યામાં હાજર રહયાં હતાં.

- text