મોરબી જિલ્લાકક્ષાના યુવા મહોત્સવમાં ધ્રુવ બરાસરા પ્રથમ

ધ્રુવ હવે પ્રદેશકક્ષાના યુવા મહોત્સવમાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી : મોરબી જિલ્લાકક્ષાના યુવક મહોત્સવમાં ઉગતી પ્રતિભા સમાન ધ્રુવ બરાસરાએ લોકવાદ્ય આ વિભાગમાં ઢોલવાદનમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી હવે રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત અને મોરબી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત મોરબી જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ૨૦૧૮ – ૧૯ અંતર્ગત વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલ મુકામે યોજાયેલ લોકવાધય -અ વિભાગની (ઢોલવાદન) સ્પર્ધામાં બરાસરા ધ્રુવ રમણીકભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

ધ્રુવ બરાસરાએ લોકવાદ્ય કેટેગરીમાં અવ્વલ નંબર મેળવી મોરબી શહેર તેમજ પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારેલ છે હવે આગામી દિવસોમાં યોજાનાર પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવમાં ધ્રુવ ઉપરોક્ત સ્પર્ધામાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.