મોરબીના ટીંબડી ગામના આશાપુરા ગૃપ દ્વારા હરતો ફરતો સેવાકેમ્પ

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામના આશાપુરા ગ્રૂપ દ્વારા આશાપુરા માતાના મંદિર જતા પદયાત્રિકો માટે હરતો ફરતો સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રૂપ ટીંબડી દ્વારા પદયાત્રિકો માટે હરતા ફરતા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફરસાણ, ઠંડાપીણા, નારિયળ પાણી, બિસ્કીટ, તેમજ પીપરમેન્ટ સહિતની સામગ્રી પદયાત્રિકો લને પુરી પાડવામાં આવી રહેલ છે.

- text

આ હરતા ફરતા સેવા કેમ્પનો લાભ લેવા માઈ ભક્તોને મનીષભાઈ દેવમુરારી, રમેશ રૈયાણી, ચિરાગ પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, મહંત ભરતદાસ બાપુ (મોટા રામપર નારિચાંણીયા હનુમાન જગ્યા) કાનભા ગઢવી, રાકેશ મેહતા, પિયુષ દેવમુરારી અને જયદીપ ચાવડાની ટીમ ભારે જહેમત ઉઠાવીને પદયાત્રી ની સેવા કરી રહ્યા છે.

- text