મોરબીમા સેરેબ્રલ પાલ્સી ડે નિમિતે મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

- text


શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા આઈએમએ અને એઓપીના સહયોગથી આયોજન

મોરબી : વિશ્વભરમા ૬ ઓક્ટોબર ના રોજ સેરેબ્રલ પાલ્સી ડે નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામા આવે છે. જે અંતર્ગત રવિવારના રોજ મોરબી શહેરના આઈએમએ હોલ ખાતે શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા એક વિશેષ કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા સેરેબ્રલ પાલ્સીથી પીડાતા બાળકો અને તેના માતા-પિતાને સેરેબ્રલ પાલ્સી વિશે નિષ્ણાંત તબિબો દ્વારા માહીતી આપવામા આવી હતી ઉપરાંત સ્પેશીયલ ચાઈલ્ડના ઉછેર કરનાર માતા પિતાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

વિશ્વભરમા નાના બાળકોમાં મગજના લકવાને લગતી શારીરીક તથા માનસિક તકલીફોનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે મોરબીમાં સેરેબલ પાલ્સી ડે નિમીતે આઈએમએ અને એ.ઓ.પી દ્વારા વિશિષ્ઠ બાળકો માટે ગઈકાલે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે, બાળકો અને માતા પિતા માટે વિશેષ રમતો તેમજ ગરબાનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.

- text

આ ખાસ કાર્યક્રમમા મુખ્ય આયોજક ડો. ભાવેશ ઠોરીયા ( શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક), ડો. કેતન હીંડોચા, ડો. અમિત ધૂલે, ડો. જયેશ સનારીયા સહીત ના આઈએમએ મોરબી ના હોદેદારો, એ.ઓ.પી. સેક્રેટરી ડો. મનિષ સનારીયા, ડો. ભૂમિકા મેરજા, ડો. હેતલ ગણાત્રા, ડો. વંદના ઘોડાસરા સહીત ના તબીબો એ અલ્બર્ટ આઈનસ્ટાઈન, હેલન કેલર સહીતની મહાન વિભૂતિઓની સફળતા વિશે ડોક્યુમેન્ટરી બતાવી વાલીઓને પ્રોત્સાહીત કર્યા હતા અને ભારતમા પણ ઘણા બધા સેરેબ્રલ પાલ્સીથી પીડાતા લોકોએ નોબલ પુરસ્કારો મેળવ્યા હોવાનું ઉપરાંત ઓલેમ્પીકમા મેડલ્સ પણ મેળવ્યાના ઉદાહરણો આપી હકરાત્મક અભિગમ કેળવવા વાલીગણને માર્ગદર્શન આપ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમા મગજના લકવા ( સેરેબ્રલ પાલ્સી) ના ૧૮૦ દર્દીઓ છે અને દર ૧૦૦૦ ડીલીવરીએ ૩ કેસ નોંધાઈ રહ્યા છે. જેમા બાળકો ને ચાલવા, બોલવા, બેસવા, ઉઠવા વગેરેમા તકલીફો જોવા મળે છે. મગજના ક્યા ભાગમા નુકસાની છે તેને આધારે ખામીઓ જોવા મળે છે. વહેલી પ્રસુતિ, પ્રસુતિ સમયે પુરતો ઓક્સીજન ન મળવો, ઓછા વજન વાળુ બાળક કે મગજના ભાગ મા ઈજાઓને કારણે આ તકલીફ થવાની શક્યતા રહે છે. તેના લક્ષણોને આધારે તેની સારવાર શક્ય છે માટે સમયસર સારવાર કરાવવી જરૂરી છે તેમ ઉપસ્થિત નિષ્ણાંત તબિબોએ જણાવ્યુ હતુ.

- text