સમાજની વાડી, પુત્રની હત્યા અને ખેડૂતોના પાણી પ્રશ્ને હાર્દિક પટેલને રજુઆત

અન્યાયનો ભોગ બનેલા વિવિધ સમાજના લોકોએ બગથળા ગામે હાર્દિક પટેલને ન્યાય અપાવવા કરી રજુઆત

મોરબી : મોરબીના બગથળા ગામે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા પાસ સુપ્રીમો હાર્દિક પટેલ સમક્ષ વિવિધ સમાજના અન્યાયનો ભોગ બનેલા લોકો દ્વારા રજુઆત કરી ન્યાય આપવા માંગણી કરી હતી.

બગથળા ગામે હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ સમયે આજે ખાનપર ગામે સમાજની વાડીના પ્રશ્ને ગ્રામજનોએ રજુઆત કરી હતી તો ગોવામાં પુત્રની હત્યા થયા બાદ ન્યાય માટે દર – દર ભટકતા કિશોરભાઈ નામની વ્યક્તિએ મોરબી એલસીબી વિરુદ્ધ આક્ષેપો કરી ન્યાય અપાવવા રજુઆત કરી હતી, સાથે સાથે મોરબી પંથકના ખેડૂતો દ્વારા સિંચાઈ માટેના પાણી પ્રશ્ને હાર્દિક પટેલને રજુઆત કરી ન્યાય માંગ્યો હતો.