મોરબી જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત પ્રદર્શનમાં અવનવી કૃતિઓ રજૂ કરતા બાળ વૈજ્ઞાનિક

- text


જિલ્લાની વિવિધ શાળાઓના ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન જોવાનો લ્હાવો લીધો

મોરબી : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ માર્ગદર્શીત, જિલ્લા શિક્ષણ સમિતિ તથા બી.આર.સી. ભવન માળિયા (મીં.) આયોજિત જિલ્લા કક્ષાનું ત્રી-દિવસીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન વિનય વિદ્યા મંદિર,પીપળીયા ખાતે યોજાયું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ અદ્દભૂત કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રદર્શમમાં મોરબી જિલ્લાની વિવિધ ૨૫ જેટલી શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ પોતાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પાક રક્ષક દિવાદાંડી, સજીવ ખેતી, ઇલેક્ટ્રોનિક વોર્ડબોય, લાઈફાઈ, રેમ પમ્પ, મેગ્લેવ ટ્રેન, સફાઈના સાધનો, હોલોગ્રામ, રોકેટ લોંચર જેવી અવનવી કૃતિઓ રજુ કરી હતી, જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાં વિવિધ શાળાઓના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શનનો લ્હાવો લીધો હતો, આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. દવે, જિલ્લા પંચાયત સદસ્ય અમુભાઈ, વિજ્ઞાન સલાહકાર દિપાલીબહેનની પ્રેરક ઉપસ્થિતમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

- text

કાર્યક્રમના સમાપન સમારોહમાં મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મહામંત્રી હસુભાઈ વરસડા, ટીચર્સ ટ્રેનિંગ કો.ઓર્ડીનેટર ભોરણિયા સર તેમજ બી.આર.સી., સી.આર.સી. અને સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે દાતાશ્રીઓમાં દેવ સોલ્ટ પ્રા.લી. હરીપર, આદિત્ય કોર્પોરેશન, કિરીટભાઈ કાનગડ, કિશોરભાઈ સરડવાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે માળિયા તાલુકામાંથી સાંદિપની એવોર્ડ મેળવનાર અનિલભાઈ બદ્રકિયા તેમજ માળિયામાં આવેલ પુરના સમયે ઉમદા કામગીરી કરનાર હરદેવભાઈ કાનગડનું ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનના ઉદ્દઘાટન તથા સમાપન સમારોહનું સંચાલન અશ્વિનભાઈ આહીર અને ધર્મીષ્ઠાબેન પરમાર એ સંભાળ્યું હતું. અને સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા માળિયા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડીનેટર અશોકભાઈ અવાડીયા, નાનીબરાર સી.આર.સી. દિનેશભાઇ કાનગડ, ખીરઈ સી.આર.સી. રાજેશભાઈ બાલાસરા અને તેમની ટિમએ જહેમત ઉઠાવી હતી.

- text