પાક વિમાના ક્રોપ કટિંગમાં મોરબીને હળહળતો અન્યાય : યાર્ડ ચેરમેન વડાવીયા

- text


સમગ્ર મોરબી માળીયામાં બે થી ત્રણ ઇંચ વરસાદ છતાં દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર ન કરાયાનો વસવસો વ્યક્ત કરાયો

મોરબી : ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં નામ પૂરતો જ વરસાદ વરસ્યો છે ત્યારે પાક વિમાના ક્રોપ કટિંગમાં એજન્સી દ્વારા પિયત વ્યવસ્થા ધરાવતા બે ટકા ખેડૂતોના સારા ઉતારા ધરાવતા પાકનું ક્રોપ કટિંગ કરવામાં આવી રહ્યું હોય ખેડૂતોને હળહળતો અન્યાય થઈ રહ્યો છે, આ મામલે મોરબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી ખેડૂતોને ન્યાય મળે તેમ અન્ય વાડી – ખેતરના ક્રોપ કટિંગ કરવાની સાથે દુષ્કાળ ગ્રસ્ત અન્ય જિલ્લા તાલુકાઓની યાદીમાં મોરબી જિલ્લાનો સમાવેશ ન થતા વસવસો વ્યક્ત કરી મોરબીને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવી હતી.

- text

મોરબીના સહકારી અગ્રણી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લામાં પકવીમાંનું ક્રોપ કટિંગ ચાલુ થયું છે જેમાં તાલુકાના ૧૦ ગામો પસંદ કરવામાં આવ્યા છે પરંતુ સરકારના ખેતીવાડી ખાતા દ્વારા જે સર્વે નંબર પસંદ કરાયા છે તે પિયતની સુવિધા વાળા છે જેથી મોટા ભાગના ખેડૂતો કે જે અપૂરતા વરસાદને કારણે પિયત સુવિધા વગર વાવેતર કરેલા હોય પાક સદંતર નિષ્ફળ જવાની સ્થિતિ માં છે એ સંજોગોમાં ખેડૂતો અને ગ્રામજનોની માંગણી મુજબ નિયમમાં ફેરફાર કરી ક્રોપ કટિંગ કરાવવા મગનભાઈ વડાવીયા દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

આ ઉપરાંત તાજેતરમાં સરકાર દ્વારા અછતગ્રસ્ત તાલુકાઓની જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં મોરબી અને માળીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યા હકીકતમાં માળીયા તાલુકામાં માત્ર ૧ થી ૨ ઈંચ વરસાદ થયો છે અને એજ રીતે મોરબી તાલુકામાં ૫૦% ગામોમાં પણ ૧ થી ૨ ઈંચ જેટલો જ વરસાદ થયો હોય તાત્કાલિક બન્ને તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ માંગણી ઉઠાવી છે.

- text