મોરબી સહિત રાજ્યભરમાં એટીએમથી નાણાં ઉપાડી લેતા બે ચીટરો હરિયાણાથી ઝડપાયા

- text


જૂનાગઢ પોલીસનું સુપર ડુપર ઓપરેશન : એટીએમમાં સ્કીમર મશીન ફિટ કરી નાણાં તાફડાવતા : મોરબીના પાંચ એટીએમ ફ્રોડની કબૂલાત આપતા ગઠિયા

મોરબી : ગુજરાતભરમાંથી એટીએમ મારફતે લોકોના નાણાં તફડાવી લેનાર હરિયાણા બે ભેજાબાજ સાતીર સાયબર હેકર્સને ઝડપી લેવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. આ ચીટરોએ રાજયમાં ૧૫૦ થી વધુ ચિટિંગ કર્યા હોવાની કબૂલાત આપી છે જેમાં મોરબીના ૫ કિસ્સાનો સમાવેશ થાય છે.

સમગ્ર રાજ્યમાં બેન્ક એટીએમમાંથી નાણાં તફડાવી લેવાના કિસ્સાઓ જયારે વધી રહ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસ ને મોટી સફળતા મળી છે અને બેન્કના ગ્રાહકો સાથે ચીટિંગ કરતા હોય તેવા બે ચીટરોને જૂનાગઢ પોલીસે હરિયાણા થી ઝડપી લીધા છે. ઝડપાયેલ આરોપીઓ પાસેથી એટીએમ મશીનમાં ફિટ થઇ શકે તેવા સ્કિમર ડિવાઇસ, લેપટોપ, ૧૩૩ નંગ ડુપ્લીકેટ એટીએમ કાર્ડ તેમજ નવ લાખ થી વધુ ની રોકડ રકમ પોલીસે જપ્ત કરી છે અને બન્ને આરોપીઓને જૂનાગઢ લાવવામાં આવ્યા છે.

સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને ઓન લાઈન બેંકીં નો ઉપયોગ કરવા બેન્ક ગ્રાહકોને આગ્રહ કરવામાં આવે છે ત્યારે સાથે સાથે સાયબર ક્રાઇમ માં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. તસ્કરો યૂટ્યૂબ અને અલીબાબા ડોટ કોમ જેવી વેબસાઈટો ના માધ્યમ થી ચીટિંગ કેવી રીતે કરવું તે આસાની થી શીખી ભોળા લોકોને છેતરી રહ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસે બે એવા ચીટરોને દબોચી લીધા છે જે એટીએમ બુથ માં જઈને મશીનમાં સ્કિમર ડિવાઇસ લગાવી કોઈપણ રીતે ગ્રાહકોના પિન મેળવી લખો રૂપિયા ઉપાડી લેતા હતા, જયારે જૂનાગઢમાં આવા કિસ્સાઓ વધ્યા ત્યારે જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભસીંઘે ગંભીરતા લઈને એસઓજી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઊંડાણ પૂર્વકની તાપસ કરાવતા જૂનાગઢ પોલીસે હરિયાણા ના સોનિપત ના સંદીપ રાજેન્દ્ર કૌશિક અને શાન્તાનું અજય શર્મા નામના ચીટરોને ઝડપી લીધા છે. આ માહિતી આપતા જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભસીંઘે જણાવ્યું કે ઝડપાયેલ આરોપી પાસે થી એટીએમ મશીનમાં ફિટ થઇ શકે તેવા સ્કિમર ડિવાઇસ, લેપટોપ, ૧૩૩ નંગ ડુપ્લીકેટ એટીએમ કાર્ડ તેમજ નવ લાખ થી વધુ ની રોકડ રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે બંને આરોપીઓની રિમાન્ડ માંગી છે અને વધુ તાપસ હાથ ધરી છે.

- text

જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભસીંઘે જણાવ્યું કે અત્યાર સુધી માં મળેલી જાણકારી પ્રમાણે કુલ ૧૫૦ થી વધુ લોકો આ પ્રકાર ના ચીટિંગ માં ભોગ બન્યા છે, જેમાં આ આરોપીઓ કોઈપણ શહેર માં જઈને એટીએમ મશીનમાં જ્યાં કાર્ડ સ્વાઇપ કરવાની જગ્યા હોય તેની ઉપર સ્કિમર નામનું ડિવાઇસ ફિટ કરી દ્યે છે અને પછી ગ્રાહક ની બાજુમાં ઉભા રહીને ચોરી છુપી થી પિન નંબર જાણી લ્યે છે. ક્યારેક ગ્રાહકને મદદ કરવા ની સાથે પણ પિન નંબર મેળવી, ડુપ્લીકેટ એટીએમ મારફત ગ્રાહકના નાણાં રોકડા અથવા પોતાના ખાતા માં ટ્રાન્સફર કરી દેતા હતા. સૌરભસીંઘે જણાવ્યું કે આ પ્રકારના તમામ ચીટિંગ એસબીઆઇ બેન્કનાજ એટીએમ થયા છે, કારણ કે આરોપીઓએ જણાવ્યું છે કે એસબીઆઇ બેન્કના એટીએમ ચીટિંગ કરવા માટે સૌથી અનુકૂળ છે. કારણ કે એસબીઆઇ બેન્કના એટીએમ મશીનમાં સ્કિમર ડિવાઇસ સહેલાઇ થી લાગી જાય તે પ્રકારના છે જયારે અન્ય બેન્કના એટીએમ મશીનમાં સ્કિમર ડિવાઇસ ફિટ થતું નથી તે ઉપરાંત એસબીઆઇ બેન્કના એટીએમ માં સિક્યુરિટી ઓછી હોવાના કારણે એસબીઆઇ ના ગ્રાહકોજ ભોગ બન્યા છે.

છેલ્લા ઘણા સમય થી આ પ્રકાર ના ફ્રોડ ના કિસ્સાઓમાં ખુબજ વધારો થયૉ છે ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાના અનેક શહેરના સેંકડો લોકો ભોગ બની રહ્યાં છે, આંકડાઓ ઉપર નજર નાખીયે તો જૂનાગઢમાં ૩૦, કાલોલ માં ૫૦, વિસનગર ૨૫, છાપી ૪, રાજકોટ ૪, સુરેન્દ્રનગર ૧૦, તળાજા ૧૦, પાલીતાણા ૫, મોરબી ૫, તેમજ મહુવા, જેતપુર, ગોંડલ, અમદાવાદ સહિતના અનેક જગ્યાએ લાખો રૂપિયાનું કરી નાખ્યું છે, પોલીસ અધિક્ષક સૌરભસીંઘે આરબીઆઇ ની ગાઇડલાઇન અંગે જણાવ્યું કે આ પ્રકારના ફ્રોડના કિસ્સાઓમાં ગ્રાહકોને વળતર ચૂકવવાની જવાબદારી બેન્કની હોય છે. તો જે બેન્ક ખાતેદારોની પરસેવાની કમાણી પછી મળી જતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે. અને સાથે સાથે લોકોમાં જાગૃતિ આવી છે. તે માટે જૂનાગઢ પોલીસને ચારે તરફ તરફ થી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

- text