વાંકાનેર તાલુકાના ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં આરએસએસની ટીમ ચેમ્પિયન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની શિવાજી લાયન્સ ટીમ તમામ ટીમોને પછાડીને વિજેતા બની છે.ત્યારે ટીમના તમામ ખેલાડીઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

- text

વાંકાનેર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની શિવાજી લાયન્સ ટીમ બધી જ ટીમોને હરાવી વાંકાનેર તાલુકામાં ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનુ આયોજન ચંદ્રપુર લોકશાળામાં કરવામાં આવ્યું હતું જેમાં ફાઈનલ મેચ શિવાજી લાયન્સ ટીમ વિવેકાનંદ શાયમં શાખા અને ગોપાલક ટીમ, મિલપ્લોટ (ભરવાડ સમાજ છાત્રાલય) વચ્ચે થયો હતો. જેમાં શિવાજી લાયન્સનો વિજય થયો હતો. શિવાજી લાયન્સ ટીમનું સૂકાન કેપ્ટન રાહુલભાઈ બરેડિયાએ સંભાળ્યુ હતું.

- text